
15/02/2023
*બાઈક માથી કાળો ધુમાડો કેમ નીકળે છે?*
કઈ પણ બળતું હોય તો તેમાથી ધુમાડો નીકળે એ સ્વભાવિક છે. પણ એન્જિનની દુનિયામાં તમારી બાઇક જો બીમાર પડી હોય તો તેના સાઈલેન્સરમાંથી નીકળતા ધુમાડાના રંગ પરથી એને કઈ બીમારી છે એનો અંદાજો લગાઈ શકાય.
જો તમારી બાઈકમાંથી કાળો ધુમાડો નીકળતો હોય તો એનું એક કારણ એ હોય શકે કે તે તમારા એન્જિનમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ બરાબર નથી. એટલે કે જરૂર કરતાં વધારે પેટ્રોલ એન્જિન હેડમાં એન્ટર થાય છે, જે કાળા ધુમાડા જે મોટા ભાગે કોઈ પણ બળતણનું અપૂર્ણ દહન થાય ત્યારે જ નીકળતો હોય છે. તમારી બાઇકના એન્જિનની એક કેપેસિટી હોય જેને આપણે સીસી (ક્યુબિક સેન્ટિમીટર) કહીયે છીએ, એટલે કે એની અંદર જ પેટ્રોલનું દહન થસે અને એન્જિનની અંદર પાવર પેદા થશે. એ ક્ષમતા કરતાં વધારે પેટ્રોલ જો અંદર જાય તો એ પૂરી રીતે બળી શકતું નથી અને એન્જિનની એક્સહોસ્ટ સાયકલમાં કાળા ધુમાડા રૂપે બહાર નીકળશે.
વધુ વાંચો આ લિન્ક પર..
https://qr.ae/prgUik