UDAY Cycle. lunawada

UDAY Cycle. lunawada અમે ૫૦ વર્ષથી સાયકલના વેપારમાં છીએ. અમે સાયકલ વેચતા નથી, સાયકલને જીવીએ છીએ. IT'S IN OUR DNA
(1)

14/08/2026
ब्रेकिंग न्यूज...    एक बच्चे की सायकिल चलाने की आदत से तंग आकर उसकेही बाप ने  छुरी से साइकिल के ट्यूब और टायर दोनों को ...
13/08/2026

ब्रेकिंग न्यूज...
एक बच्चे की सायकिल चलाने की आदत से तंग आकर उसकेही बाप ने छुरी से साइकिल के ट्यूब और टायर दोनों को काट डाला....

અનરાધાર વરસાદનો  સદુપયોગ કરીને રાજકપૂર અને નરગીસને યાદ કરવાનો પ્રયાસ..produced by HANDS OF NOMAD, directed by HANDS OF N...
03/08/2026

અનરાધાર વરસાદનો સદુપયોગ કરીને રાજકપૂર અને નરગીસને યાદ કરવાનો પ્રયાસ..produced by HANDS OF NOMAD,
directed by HANDS OF NOMAD,
edited by Granth Mehta ,
Act by Udaycycle Lunawada , Garima Mehta

Happy friendship day...    આજે ગાંધીનગરમાં 100 મિત્રો સાથે friendship day ની ઉજવણી કરી.     દિવાળી પર સુનીલભાઈ  અને ભાભી...
03/08/2026

Happy friendship day...
આજે ગાંધીનગરમાં 100 મિત્રો સાથે friendship day ની ઉજવણી કરી.
દિવાળી પર સુનીલભાઈ અને ભાભી સાથે લુણાવાડામાં પાનમ સુધી cycling કર્યા પછી કાયમ સુનીલભાઈ સાથે એમના Capital runners.Gandhinagar ગ્રુપ વિશે વાતો થતી,તેમાં આવતી મજાથી મને કાયમ અવગત કરાવતા, તેઓ એમની મેરેથોન અંગેની માહિતી મને આપતા રહેતા.
હું ગાંધીનગરમાં છુ એ જાણીને એતો સીધા મને મળવા હોસ્પિટલ પર આવી ગયા, મને અને ગરિમાને એમના ઘરે લઈ ગયા, અમને ગાંધીનગર ફેરવ્યા અને બીજા દિવસે સવારે friendship day ની એમના Capital runners ગ્રુપની ઈવેન્ટમાં મને લઈ ગયા.
સવારે પાંચ વાગે સુનીલભાઈના આપેલા શૂઝ,જર્સી અને શોર્ટ પહેરીને લગભગ 100 enthusiastic મિત્રો સાથે warm up કરીને running ચાલુ કર્યું. સ્વર્ણિમ સંકુલના વિશાળ બગીચાની બહારના રોડ પર દોડવું એ જીવનનો એક યાદગાર અનુભવ રહ્યો. ચારેય તરફ ખીલેલી પ્રકૃતિ, પક્ષીઓનો કલરવ, ટ્રાફિક વગરના ચોખ્ખા રોડ...આહાહા..મજા આવી ગઈ. વચ્ચે રસ્તામાં વિધાનસભા, સચિવાલય અને મહાત્મા મંદિર આવ્યા જેના વિશે ઝીણામાં ઝીણી વિગત સુનીલભાઈએ મને આપી. સાતેક કિલોમીટર દોડીને, ચાલીને વાતો કરતા કરતા હું અને સુનીલભાઈ નિશ્ચિત પોઈન્ટ ઉપર પહોંચ્યા. ત્યાં ફરી પાછી exercise કરી.
Cycling વિશેના મારા અનુભવ અને સાયકલ વિશેની વાતો કરવા માટે મને બોલવાનો સમય આપ્યો. સાયકલને લઈને ઘણા બધા પ્રશ્નો હતા. મને જેટલુ નોલેજ હતુ એ આપવાનો પ્રયાસ કર્યો.
છેલ્લે સમોસા, બુંદીના લાડુ,ચા અને બહુ બધી મજા કરીને બધા છૂટા પડ્યા. મારા માટે એકદમ યાદગાર સવાર રહી.
Thanks CAPITAL RUNNERS, Thanks Sunilbhai and Bhoomi bhabhi..

સોશિયલ મીડિયા પર વર્ષોથી મારી cycling ની મજા, મારા આનંદો, મહીસાગર જિલ્લાનો અને  આજુબાજુના  વિસ્તારનો પ્રાકૃતિક ખજાનો, ઐત...
01/08/2026

સોશિયલ મીડિયા પર વર્ષોથી મારી cycling ની મજા, મારા આનંદો, મહીસાગર જિલ્લાનો અને આજુબાજુના વિસ્તારનો પ્રાકૃતિક ખજાનો, ઐતિહાસિક વારસો અને અમુક વખતે સામાજિક મુદ્દાઓ મુકતો રહ્યો છે.
જીવનની વેદના, દુઃખો કે સમસ્યાઓને મુકવી બહુ પસંદ નથી પણ આજે ઘણા વર્ષોનો એક ક્રમ તૂટ્યો છે. મારા જન્મદિવસ 1st August એ હું જેટલા વર્ષનો થાઉં એટલું cycling એ દિવસે કરવું એ ક્રમ વર્ષોથી જાળવી રાખ્યો હતો આજે એ તૂટયો છે.
મમ્મીનું બાયપાસ SMVS ગાંધીનગર ખાતે કરાવેલ છે એટલે હું છેલ્લા છ દિવસથી ગાંધીનગર છું. હાલ મમ્મી stable છે.
SMVS hospital ના સાતમા માળનું આજે ઉદઘાટન છે એટલે ફર્સ્ટ ફલોરને ખુબ સરસ રીતે સજાવવામાં આવ્યો છે અને સ્વામીજીની હાજરીમાં આરતીમાં ભાગ લેવાનો લાભ મળ્યો અને અન્નકૂટના દર્શન પણ થયા
વિજ્ઞાન અને અધ્યાત્મ અને સેવાનો સુગભ સમન્વય.
જય સ્વામિનારાયણ..

29/07/2026

Gsrtc એ બસમાં મોટા અવાજથી રીલ જોવા વાળા માટે "EAR PHONE" ભાડે આપવાના ચાલુ કરવા જોઈએ..
ગાંધીનગર થી લુણાવાડા બસમાં છું. આજુબાજુ દસ અલગ અલગ પ્રકારના અવાજો જોરશોરથી આવી રહ્યા છે. એક જણ ગેમ રમી રહ્યો છે, એક જણ ભોજપુરી ગાયન સાંભળી રહ્યો છે, એક જણનો ફોન ગુજરાતી ગાયનના રાગડા તાણી રહ્યો છે, એક જણ ગોવિંદાનું પિક્ચર જોઈ રહ્યો છે, એક જણ માધુરીના ડાન્સ જોઈ રહ્યો છે, એક કાકા આયુર્વેદની રીલ જોઈ રહ્યા છે, એક જણ કોઈકની સાથે વીડિયો કોલમાં લાગ્યો છે.
અને આ બધા આવજો ભેગા થઇને જે કર્કશતા પેદા થઈ રહી છે તેમાં હું આ લખી રહ્યો છું.
આ બંધ કરાવવા શું કરી શકાય?

વાહ..ફ્રાન્સની મધમાખીઓ કેટલી નસીબદાર કહેવાય કે એમના માટે ત્યાંના પર્યાવરણ મંત્રી મોનિક બારબુટે મંત્રીપદ પરથી રાજીનામુ આપ...
23/07/2026

વાહ..ફ્રાન્સની મધમાખીઓ કેટલી નસીબદાર કહેવાય કે એમના માટે ત્યાંના પર્યાવરણ મંત્રી મોનિક બારબુટે મંત્રીપદ પરથી રાજીનામુ આપી દીધુ અને અહીં.....

19/07/2026

બે ત્રણ દિવસ પહેલા લુણાવાડામાં એક બહુ મોટા મોલનું ઉદ્દઘાટન થયું. સરસ..વિકાસ થાય એનો કોઈ વાંધો ના હોય, ધાડે ધાડાં કરિયાણું ખરીદવા પડાપડી કરતાં હોય એવી રીલો સોશિયલ મિડિયા પર વાયરલ છે.નવુ નવુ હોય અને બહુ બધો પ્રચાર હોય એટલે એ ભીડ પડવી પણ શક્ય છે
પણ મુદ્દાની વાત એ છે કે આ રીલોની નીચે જે comments છે એ એક વેપારી તરીકે મારા માટે દુઃખ દાયક છે. જાણે કોઈ અવતાર થયો હોય અને આપણાં બધા દુઃખ હવે દૂર થઈ જવાના હોય. લુણાવાડાના બધા વેપારીઓએ જાણે હજી સુધી બધાને લુટયા હોય, છેતર્યા જ હોય એવો આ રીલની કોમેન્ટનો સાર છે. વેપાર ઉભો કરવામાં કેટલા વર્ષોનો અથાગ પરિશ્રમ અને રોકાણ જોઈતું હોય છે એ કોઈ વેપારીને પૂછો તો ખબર પડે.
મોલમાં ચોક્કસ લોભામણી જાહેરાતો, ગોળગોળ સ્કીમો,એકની સાથે બે ફ્રી હશે(અમેરિકાના મૂડીવાદની અસર) પણ એનાથી વર્ષોથી નૈતિકતા સાથે તમારી સેવા કરતો વેપારી કઈ લુચ્ચો નથી થઈ જતો.
બાકી નૈતિકતા સાથે વેપાર કરનાર કોઈ વેપારીએ ચિંતા કરવાની જરૂર નથી. જાહેરાતો જોઈને લાઈનમાં લાગેલા આ લોકો જો સંતોષ નહીં થાય તો બમણા વેગથી પાછા તમારા ત્યાં આવવાનાં જ છે બસ તમે તમારૂં તાજવું બરાબર રાખજો...

વર્ષોથી મારા cycling અને સાયકલના વેપારને અલગ અલગ રાખ્યા છે પણ છેલ્લા એકાદ વર્ષથી જે રીતે ગુજરાતના દરેક ખૂણેથી સાયકલ વિશે...
14/07/2026

વર્ષોથી મારા cycling અને સાયકલના વેપારને અલગ અલગ રાખ્યા છે પણ છેલ્લા એકાદ વર્ષથી જે રીતે ગુજરાતના દરેક ખૂણેથી સાયકલ વિશે જાણવા માટે ફોન આવે છે અને સાયકલ મોકલ્યા પછી quality અને rate વિશે positive review આવી રહ્યા છે એ જોઈને અમારા વેપારનો બીજો ભાગ શેર કરી રહ્યો છું જે પણ એકદમ unique, ઘણોજ મજબૂત અને ભારતની no-1 tricycle અને walker brand DASH.
ઘણી વખત એવુ બને કે આઠમાં ધોરણમાં ભણતા બાળક માટે સાયકલ લેવા આવેલા મમ્મી કહે કે તમારે ત્યાંથી આના માટે લીધેલાં walker કે tricycle પર કાકા મામાના ચાર છોકરા મોટા થયા અને હજી ઘરે પડયું છે. આ quality ની હું વાત કરી રહ્યો છુ.
બાળકની ઉમર પ્રમાણે perfect guidance, No-1 quality, easily ઘરે ફીટ થઇ જાય એના વીડિયો, online અને offline કરતાં ઘણીજ ઘણીજ ઓછી કિંમત, બે પાંચ વર્ષે કદાચ કોઈક પાર્ટસ ડેમેજ થાય તો એ લગભગ available કરી આપવાની જવાબદારી.
ગુજરાતમાં ઘણી ઓછી એવી દુકાનો હશે કે જ્યાં આ બધા મોડલ એકસાથે એકજ જગ્યાએ અને એ પણ આ rate માં મળતા હશે..
બપોરના સમયે પહેલાથી ફોન કરીને આપ મને વિડીયો કોલ પણ કરી શકો છો જેમાં અમે આપને વિવિધ કલર બતાવી શકીએ.
અમે તમને perfect પેક કરીને S.T. Parcel ધ્વારા મોકલી આપીશું..

આજે બચી ગયો..    છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ અને ઠંડકના લીધે 90 કિલોમીટરની લાંબી ride વિચારી હતી.જ્યાં જવુ હતું ત્યા...
12/07/2026

આજે બચી ગયો..
છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ અને ઠંડકના લીધે 90 કિલોમીટરની લાંબી ride વિચારી હતી.જ્યાં જવુ હતું ત્યાં આજુબાજુ ઘણાં પુરાતન સ્થળો અને મંદિર છે એ જોવા હતા. સવારે પોણા છએ ઘરેથી નીકળીને કોટેજ ચોકડી સુધી પહોંચતા ખબર પડી ગઈ કે 90 km નો જુગાર રમાય એવો નથી. ઘણો બફારો હતો. 45 km પહોંચી તો જવાય પણ ગરમીમાં પાછા આવતાં નાકે દમ આવી જાય..
સાયકલનું હેન્ડલ મલેકપૂર તરફ વાળ્યું. મહીસાગર પરનો તાંતરોલી પુલ મેન્ટેનન્સ માટે ઘણાં સમયથી વાહનો માટે બંધ છે એટલે ટ્રાફિક વગરના રોડ પર બિન્દાસ cycling થાય. ચારેય તરફ ખીલેલી પ્રકૃતિને કેમેરામાં કેદ કરતો કરતો મલેકપૂર હનુમાનના બહારથી જ દર્શન કરીને તાંતરોલી તરફ વળ્યો. આગળ જતાં ખબર પડી કે હવે પુલ નાના વાહનો માટે ખોલી દીધો છે એટલે eco અને કારથી સાચવવાનું આવ્યું. બે બાજુએ વૃક્ષોથી ઢંકાયેલા રસ્તે cycling કરવાની મજા આવી જાય. મહીસાગરથી બે કિલોમીટર દુર હોવ ત્યારથી પવનની ઠંડક કહી દે કે નદી હવે બહુ દુર નથી. પુલ પર પહોંચીને ફોટા પાડીને સંતોષ ના થયો એટલે નીચે ઉતર્યો.
નીચે ભીની માટીમાં અંદાજ ન રહેતાં બંને પગ મહીસાગરની માટીમાં ખાસ્સા ખૂંપી ગયા. બૂટની ઉપર નીચે બધે માટી માટી થઈ ગઈ હતી. નદી પાસે જઈને ફોટા પાડીને એવા માટી વાળા પગ સાથેજ પાછો. બૂટ ભીના કરવામાં બીજી ઉપાધિ થાય.
પાછા વળતી વખતે સુસવાટા ભેર વાતા સામા પવને પગની બરાબરની પરીક્ષા લીધી. અમુક જગ્યાએતો એટલો બધો પવન હતોકે વજનમાં એકદમ હલકી મારી સાયકલને બેલેન્સ કરવી અઘરી થઈ રહી હતી.
મહીસાગરની માટી સાથે ઘરે પાછો..
એક બીજી વાત આખા રસ્તે ઘણાજ સાપ, કાચબા અને દેડકા ગાડીઓના લીધે મરેલા જોવા મળ્યા. Plz ગાડી થોડી ધીરે..આ ધરા ઉપર બીજા જીવને પણ જીવવાનો હક છે..

Address

Uday Cycle
Lunavada
389230

Opening Hours

Monday 9am - 7:30pm
Tuesday 9am - 7:30pm
Wednesday 9am - 7:30pm
Thursday 9am - 7:30pm
Friday 9am - 7:30pm
Saturday 9am - 7:30pm

Telephone

+919879392029

Website

Alerts

Be the first to know and let us send you an email when UDAY Cycle. lunawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to UDAY Cycle. lunawada:

Shortcuts

Share