18/03/2020
તારીખ : ૧૪/૦૩/૨૦૨૦
પ્રતિ શ્રી,
માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય.
નવા સચિવાલય સ્વર્ણિમ સંકૂલ - ૧,
સેક્ટર -૧૦, ગાંધીનગર .
વિષય :- કોરોના વાઇરસ ના મહા-કાય વિકરાળ કહેર થી મૃત:પ્રાય અવસ્થા તરફ ધકેલાઇ
ગયેલા ટુરિસ્ટવાહન માલિકોને R.T.O.TAX માં સંપૂર્ણ માફી આપી ટુરિસ્ટ
વ્યવસાય ને નવજીવન આપવા બાબત :-
માનનીય સાહેબ શ્રી વિશ્વના તમામ દેશો અને ભારત દેશમાં કોરોના વાઇરસ ના વિકરાળ કહેરથી લોકો જીવ ગુમાવી રહ્યા છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા આ જીવલેણ રોગ સામે કાબૂ મેળવવા તમામ તાત્કાલિક સુવિધાઓ દેશ અને ગુજરાત રાજય માં યુધ્ધના ધોરણે કોરોના વાઇરસ ના કહેરના પડકાર સામે દેશ અને રાજ્યના નાગરિકોના જીવનના રક્ષણ માટે જે તાત્કાલિક સેવાઓ ઊભી કરી છે તે બદલ ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકારની કામગીરી ને અમો ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર્સ એસોસિએશન (GTVOA) વતી ર્હદય પૂર્વક બિરદાવીએ છીએ .
માનનીય સાહેબ શ્રી કોરોના વાયરસના મહાકાય વિકરાળ કહેરના ભય થી વિશ્વના મહાન દેશોએ રાષ્ટ્રીય કટોકટી અને રાષ્ટ્રીય મહામારી જાહેર કરેલ છે. આપણાં ભારત દેશે પણ કોરોના વાયરસ જેવા મહાકાય જીવલેણ રોગ સામે આપણાં દેશવાસીઓના જીવન ના રક્ષણ માટે અગમ ચેતી ના પગલાં રૂપે ભારત દેશ અને તમામ રાજ્ય ની શાળા ,કોલેજ , ટ્યુશન કલાસીસ , શૈક્ષણિક સંસ્થાઓ , મોલ, થિયેટરો , તમામ પીકનિક પ્લેસો , સ્વીમીંગ પુલ ,દેશ વિદેશ ના પ્રવાસો ,જાહેર સભાઓ , ધાર્મિક સભાઓ ,કંપની માં કામ કરતાં કર્મચારીઑ ને (દસ વ્યકિત ઓથી વધુ એક સ્થળે ભેગા થવા ઉપર ) પ્રતિબંધો લગાવી અને ભારત દેશની તમામ શાળા કોલેજોમાં ૧૫ દિવસ ની રજા જાહેર કરેલ છે.
માનનીય સાહેબ શ્રી અમો ટુરિસ્ટ વાહન માલિકો છીએ અમારો વ્યવસાય દેશ વિદેશથી આવતા દેશી કે વિદેશી પર્યટકો ને ભારત દેશના જોવા લાયક ઐતિહાસિક , ધાર્મિક , કે રમણીય સ્થળોની ઝાંખી કરાવવાનું કે શાળા કોલેજ કે એજ્યુકેશનલ પ્રાવાસો કરાવવાનું કે લગ્ન મરણ , બાબરી , પ્રસંગે ટુરિસ્ટ બસો ભાડે આપવાનું કે ધાર્મિક શ્રધ્ધાળુઓને દેવ દર્શન કરાવવાનું કામ અમારી ટુરિસ્ટ બસો કરે છે. કોરોના વાઇરસના વિકરાળ કહેર ને કારણે આખા વિશ્વ અને ભારત દેશમાં પ્રવાસ કરવા ઉપર પ્રતિબંધ કે કડક સૂચનાઓ સરકારશ્રી ધ્વારા જાહેર કરેલ છે. માટે ગુજરાત રાજ્યમાં ટુરિસ્ટ વાહન માલિકો ને તેમના તમામ દેશવિદેશ થી આવતા ટુરિસ્ટોએ કોરોના વાઇરસ ને કારણે પ્રવાસે આવવાનું કેન્સલ કરેલ છે. અને અમોને ટુરિસ્ટોએ તમામ બુકીગ કેન્સલ કરાવેલ છે. જેથી ફક્ત અને ફક્ત ટુરિસ્ટ પ્રવાસ ઉપર જ નભતા આ ટુરિસ્ટ ઉદ્યોગ ને મરણ-તોલ ફટકો પડેલ છે. ટુરિસ્ટ વાહન માલિકો એડ્વાન્સ બુકિંગ ના હિસાબે પોતાનું ટુરિસ્ટ વાહન માસિક R.T.O. - TAX ભરી ચાલુ રાખતા... આ અચાનક કોરોના વાઇરસ ના હિસાબે તમામ બુકિંગ કેન્સલ આવતા ટુરિસ્ટ વાહન માલિકો ને કમ્મર ભાંગી જાય તેવું ભયંકર નુકશાન થયેલ છે. જે ગણતરી માં લઈ શકાય તેમ નથી માટે આપ સાહેબ શ્રી ને નમ્ર ભરી અરજ છે. કે માર્ચ અને એપ્રિલ મહિનામાં ટુરિસ્ટ વાહન માલિકો ને R.T.O. - TAX માં સંપૂર્ણ માફી આપી અને તેમના ટુરિસ્ટ વાહનોનું નોન યુઝ મંજૂર કરી મૃત: પ્રાય અવસ્થા તરફ ધકેલાઇ ગયેલ આ ટુરિસ્ટ ઉદ્યોગ ને નવજીવન બક્ષી એક રાજા તરીકે પ્રજાની આ દુખ: ભરી મુશ્કેલ ઘડીમાં સહકાર ની હકારાત્મક હુંફ આપી તન મન અને ધન થી મદદ કરી આ ઉદ્યોગ ને બચાવી લેવા ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર્સ એસોસિએશન (GTVOA) વતી હદય પૂર્વક વિનંતી કરીએ છીએ .
• સંસ્થા ધ્વારા ટ્રાન્સપોર્ટ કાર્યાલય તેમજ ગુજરાત સરકાર સાથે પત્ર વ્યવહાર ધ્વારા કરવામાં આવતી માંગણી કે રજૂઆતના પ્રતિ ઉત્તર અમારી સંસ્થાના ઇ–મેલ ઉપર અથવા સંસ્થા ની ઓફીસે તેની જાણ લેખીત માં કરવામાં આવે.
• આભાર સહ.........
આપના વિશ્વાસુ
નિતીન ઠક્કર >VO TEAM